વોશિંગ્ટનઃ યુએસમાં 2024માં 237 ટેક કંપનીઓએ 58,499 કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા છે. જેમાં હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સનો પણ સમાવેશ થાય છે. આ નોકરી ગુમાવનાર H-1B વીઝા હોલ્ડર ભારતીયો માટે રાહતના સમાચાર છે. જે અનુસાર, તેઓ હવે 60 દિવસ કરતાં પણ વધારે સમય યુએસમાં રહીને બીજી નોકરી શોધી શકે છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ - યુએસસીઆઇએસ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે સામાન્ય રીતે એમ મનાય છે કે નોકરીમાંથી હાંકી કઢાયેલાં કર્મચારીઓને 60 દિવસમાં જ યુએસ છોડી દેવું જરૂરી છે. જોકે આ ખોટી ધારણાં છે. તેઓ વિઝા કેટેગરી બદલવાથી માંડી વિવિધ અરજીઓ કરી વધારે સમય યુએસમાં રહી શકે છે. જેમ કે, નવી જાહેરાત અનુસાર જેમની નોકરીઓ ગઈ હોય તેવા H-1B વિઝા હોલ્ડર્સ વિવિધ જોગવાઇ હેઠળ યુએસમાં રહી શકે છે. તેઓ અરજી કરીને તેમના નોન ઇમિગ્રન્ટ દરજ્જો બદલી શકે છે. અરજી કરી તેમના સ્ટેટસમાં પરિવર્તન કરી શકે છે. અરજી કરી કોમ્પેલિંગ સર્કમ્ટન્સિસ માટે અરજી કરી એમ્પલોયમેન્ટ ઓથોરાઈઝેશન દસ્તાવેજો મેળવી શકે છે અથવા એમ્પલોયર બદલવા માટે નોન ફ્રીવોલસ પિટિશન કરી તેના લાભાર્થી બની શકે છે.
જો નોકરી ગુમાવનારા H-1B વિઝાહોલ્ડર્સ 60 દિવસના ગ્રેસ પિરિયડમાં આમાંથી એક પણ પગલું ભરે તો તેઓ યુએસમાં તેમનું નોન ઇમિગ્રિન્ટ સ્ટેટસ જવા છતાં 60 કરતાં વધારે દિવસ રહી શકે છે. પણ આ સમયગાળામાં તેઓ કોઇ પગલાં ન લે તો તેઓ તેમના આશ્રિતોએ 60 દિવસમાં જ યુએસ છોડવું પડશે. અથવા તેમનો સત્તાવાર સમય પુરો થાય ત્યાં સુધી બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી રહી શકે છે.