મુંબઈઃ અમેરિકામાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સ માટે એચવન-બી વિઝામાંથી ગ્રીનકાર્ડ મેળવવાનું હવે વધારે મુશ્કેલ બનશે. ૧ ઓક્ટોબરથી એચવનબી વિઝાધારકોને ગ્રીનકાર્ડ આપતાં પહેલાં તેમના પર્સનલ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS) દ્વારા આવા કિસ્સામાં વ્યક્તિગત ઈન્ટરવ્યુ ફરજિયાત બનાવાયા છે. જ્યાં સુધી ટેકનિકલ બાબતોને સંબંધ છે ત્યાં સુધી સ્ટેટસ ઇન્ટરવ્યૂ I-૪૮૫ નિયમ મુજબ લેવામાં આવશે.
USCIS દ્વારા આપવામાં આવતી રિક્વેસ્ટ ફોર એવિડન્સ (RFE)ની સંખ્યામાં વધારો થયો હોવાનું યુએસ ઇમિગ્રેશન એટર્નીને જણાયું છે. RFEએ એપ્રિલ ૨૦૧૭ના રોજ કે તે પહેલાં કરવામાં આવેલી અરજીઓ છે જે એચવન-બી વિઝા મેળવવાની બાબત સાથે સંબંધ ધરાવે છે અને તે ૧ ઓક્ટોબર ૨૦૧૭થી માન્ય છે.