વોશિંગ્ટન: બર્કશાયરહેથવેની વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેવા અમેરિકા પહોંચેલા પીપીએફએએસ મ્યુચ્યુઅલ ફંડના ચેરમેન પરાગ પરીખનું રવિવારે કાર અકસ્માતમાં ઓમાહા ખાતે અવસાન થયું છે. જ્યારે તેમના પત્ની ગીરા પરીખ અને અન્ય સાથીદારો રાજીવ ઠક્કર અને રોનક ઓનકારને પણ ગંભીર ઇજા થઇ છે. એસેટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આકરા પગલાં ભરવા માટે પરીખ જાણીતા હતા. ૧૯૭૯માં શેરદલાલ તરીકે શરૂઆત કર્યા બાદ તેમણે મ્યુ. ફંડ ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું. વોરેન બફેટની એજીએમમાં સમગ્ર વિશ્વભરમાંથી ૪૦ હજારથી વધુ લોકો ઉમટ્યા હતાં.