વોશિંગ્ટન: ઓહયો સ્ટેટ યુનિવર્સિટીમાં ૨૫મી ડિસેમ્બરે થયેલા આતંકવાદી હુમલાને પગલે યુએસમાં પોલીસે પાકિસ્તાની દૂતાવાસ ઉપર છાપો માર્યો હતો. @pakEmbassyUN દ્વારા આ મામલે ટ્વિટ કરાઈ હતી કે, ફેડરલ પોલીસે ઓહયો હુમલાને પગલે ન્યૂ યોર્કમાં આવેલા અમારા દૂતાવાસમાં સર્ચ ઓપરશન કર્યું હતું એ શરમજનક છે. પોલીસે અમારા દૂતાવાસમાંથી દસ્તાવેજો જપ્ત કર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં સોમાલિયન શરણાર્થી ૧૮ વર્ષીય અબ્દુલ રઝાકઅલીએ હુમલો કર્યો હતો અને હુમલામાં ૧૧ લોકોને ઘાયલ કર્યા હતા. પોલીસે હુમલો કરનાર વિદ્યાર્થી અબ્દુલને ઠાર માર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હુમલો કરનારો વિદ્યાર્થી સાત વર્ષ સુધી પાકિસ્તાનમાં રહ્યો હતો.