USમાં બાળાઓની ખતના કરતી ગુજરાતી મહિલા ડોકટર પકડાઈ

Thursday 20th April 2017 05:16 EDT
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકામાં ગુજરાતી મૂળનાં ૪૪ વર્ષનાં મહિલા ડોકટર ડો. જુમાના નગરવાલાની છથી આઠ વર્ષની દીકરીઓની ખતના (એફજીએમ) કરવાના કેસમાં ધરપકડ થતાં ખળભળાટ મચી ગયો છે. ફિમેલ જેનિટલ મ્યુટેશન એટલે કે એફજીએમ તરીકે ઓળખાતી આ પીડાદાયક અને ઘાતકી પ્રથા પર અમેરિકા સહિત યુરોપના દેશોમાં પ્રતિબંધ છે. મિશગનના લિવોનિયામાં નામનાં આ ગુજરાતી તબીબ તેમના દવાખાનાંમાં આ ગોરખધંધો ચલાવતાં હતાં. રિપોર્ટ પ્રમાણે હેનરી ફોર્ડ હેલ્થ સિસ્ટમ વેબસાઈટની પ્રોફાઈલમાં નગરવાલા ઈંગ્લીશ અને ગુજરાતી એમ બે જ ભાષા જાણે છે.

ફરિયાદ પ્રમાણે નગરવાલા તેમના દવાખાનામાં છથી આઠ વર્ષની દીકરીઓ પર પ્રતિબંધિત ખતનાનું શેતાની ઓપરેશન કરતા હતાં. એફજીએમ તરીકે બદનામ આ ઓપરેશનમાં સ્ત્રીના જનનાંગમાંથી ક્લિટોરિસ સહિતના ભાગ કાપી નાંખવામાં આવે છે જેથી તે મોટી થાય ત્યારે તેને જાતીય આનંદ મળી શકે નહીં. છેક ૧૯૯૭થી અમેરિકામાં એફજીએમના કેસોમાં ઝડપથી વધારો થયો છે. અમેરિકામાં, સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના અંદાજ પ્રમાણે ૫,૧૩,૦૦૦ મહિલા-કન્યાઓ એફજીએમની પીડામાંથી પસાર થઈ છે. અમેરિકામાં ૧૮ની વયથી નીચેની સ્ત્રીઓમાં એફજીએમનું ઓપરેશન કરવા પર ૧૯૯૬થી પ્રતિબંધ મૂકાયેલો છે. તેના માટે પાંચ વર્ષની જેલની સજા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter