ન્યૂ યોર્કઃ અમેરિકામાં દર્દીઓને નશાયુક્ત પેનકિલર અને દવાઓ લખવાના બદલામાં લાંચ આપવાના આરોપસર યુએસની એક દવા ઉત્પાદક કંપનીના ૭૬ વર્ષીય ભારતીય વડા નાથ કપૂરને ૩જીએ દોષિત જાહેર કરાયો હતો. કોર્ટમાં કહેવાયું છે કે, એરિઝોના રાજ્યના ચાન્ડેલેર શગેરસ્થિત ઇન્સીસ થેરાપ્યુટિક્સ દવા બનાવતી કંપનીના કારણે દેશમાં અફીણની અછત ઊભી થઇ હતી અને છેલ્લા બે દાયકામાં સેંકડો લોકોનાં મોત થયાં હતાં. બોસ્ટનની જ્યુરીએ નાથ કપૂરને દોષિત જાહેર કર્યો હતો.
એક સમયનો અબજોપતિ કપૂર સહિત ચારને આ કેસમાં દોષી ગણાવાયા હતા. તમામને ૨૦ વર્ષની સજા થઇ શકે છે.