સ્ટોકહોમઃ અમેરિકન અર્થશાસ્ત્રી રિચર્ડ એચ થેલરને ૨૦૧૭ માટે ઈકોનોમિક્સ સાયન્સનો નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે. તેમને આ એવોર્ડ ઈકોનોમી અને સાઇકોલોજી વચ્ચેના ગેપને ઓછો કરવા માટે અપાયો છે. આ પહેલાં લિટરેચર, કેમિસ્ટ્રી, ફિજિક્સ, મેડિસિન અને શાંતિ માટેના નોબેલ પુરસ્કારોની જાહેરાત થઈ ચૂકી છે. ઈનામની રકમ ૯૦ લાખ સ્વિડિશ ક્રોનર એટલે કે આશરે રૂ. ૭.૨૫ કરોડ આપવામાં આવશે.
રોમાલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે સોમવારે જણાવ્યું હતું કે, થૈલરને ઇકોનોમિક્સ ડિઝાઈનના સાઇકોલોજિકલ એનાલિસિસ માટે નોબેલ અપાયો છે. તેમણે ઇકોનોમિક્સ અને સાઈકોલોજી વચ્ચે પુલ બનાવવાનું કાર્ય કર્યું છે.