વોશિંગ્ટનઃ અમેરિકામાં ૨૦૧૬ની ચૂંટણીમાં રશિયન દખલનો સંક્ષિપ્ત તપાસ રિપોર્ટ અમેરિકન સંસદમાં રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કેસમાંથી તાજેતરમાં નિર્દોષ મુક્ત કરાયા છે. વિશેષ એટર્ની રોબર્ટ મૂલરે બે વર્ષમાં આ રિપોર્ટ તૈયાર કર્યો છે. એટર્ની જનરલે કહ્યું કે મૂલરના રિપોર્ટ મુજબ ૨૦૧૬માં ટ્રમ્પના ચૂંટણી પ્રચાર અભિયાનની રશિયા સાથે મિલિભગત નહોતી. તેના તુરંત પછી ટ્રમ્પે કહ્યું કે, તે નિર્દોષ છે. તેમના પર ઇરાદાપૂર્વક આરોપ લગાવાયા હતા. વિપક્ષે દેશને શરનજનક સ્થિતિમાં મૂકી દીધો હતો. આ મુદ્દે બે વર્ષથી ટ્રમ્પ વિપક્ષ ડેમોક્રેટિક પક્ષના નિશાને હતા. બીજી બાજુ ડેમોક્રેટ્સે આરોપ મૂક્યો છે કે આ તપાસ રિપોર્ટ અધૂરો છે. સંપૂર્ણ તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવે. તેમણે દાવો કર્યો કે તપાસ રિપોર્ટ પૂરો થતાં ટ્રમ્પ નિર્દોષ નહીં હોય.