વોશિંગ્ટનઃ અમેરિકાની પ્રતિષ્ઠિત જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી હિન્દુ અને બૌદ્ધ ધર્મના ધાર્મિક ચિહ્ન સ્વસ્તિક પર પ્રતિબંધ મૂકવાનું વિચારે છે. કારણ કે, યુનિવર્સિટી તંત્ર માને છે કે આ નાઝી પ્રતીક જેવું લાગે છે. તેનાથી કદાચ યહૂદી વિદ્યાર્થીઓની લાગણી દુભાશે.
એક યહૂદી વિદ્યાર્થીએ ભારતની મુલાકાત લીધી હતી. તેણે ભારતમાં સ્વસ્તિકની તસવીર લીધી હતી. તેણે પરત આવી યુનિવર્સિટીમાં આ વાત કરી ત્યારે સ્વસ્તિક પર પ્રતિબંધની વિચારણા શરૂ થઈ હતી. તેના યહુદી સમુદાયના બુલેટિન બોર્ડમાં આ તસવીર મુકી હતી. સમુદાયના લોકોએ જ્યારે બુલેટિન બોર્ડ પર સ્વસ્તિક જોયું તો તેમને લાગ્યું કે આ એક પ્રકારનું જોખમ છે અને એ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. થોડા કલાકો પછી મામલો શાંત પડ્યો હતો. પોલીસે તપાસ બંધ કરી છે પરંતુ બુલેટિન બોર્ડ પર તસવીર લગાવનાર વિદ્યાર્થીને યુનિવર્સિટીમાંથી હાંકી કઢાયો છે.