વોશિંગ્ટનઃ યુનિવર્સિટીમાં એડમિશન ન મળવાથી નિરાશ અમેરિકન વિદ્યાર્થીએ એક શીખ વિદ્યાર્થી ગગનદીપ સિંઘની હત્યા કરી હતી. ગગન સોફ્ટવેર એન્જિનિયરીંગનો વિદ્યાર્થી હતો અને ત્રીજા વર્ષનો અભ્યાસ કરી રહ્યો હતો અને ગગન ટેક્સી પણ ચલાવતો હતો. ૨૮ ઓગસ્ટે આરોપી વિદ્યાર્થીએ વોશિંગ્ટન સ્થિત સ્પોકેન એરપોર્ટથી ગગનદીપની ટેક્સી લીધી હતી. રસ્તામાં જ તેણે ગગનદીપ પર હુમલો કર્યો હતો. તપાસમાં તેણે પોતાનું નામ જેકબ કોલમેન કહ્યું છે. જેકબ ગોનજાગા યુનિ.માં સીટ મેળવવા ઈચ્છતો હતો. વંશીય હિંસાનો મામલો હોવાનું પ્રથમ નજરે લાગી રહ્યું છે.