કેલિફોર્નિયાઃ ભારતની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસ વિરુદ્ધ અમેરિકામાં ભેદભાવના આરોપસર કેસ દાખલ થયો છે. કંપની દ્વારા છટણી કરવામાં આવેલા ૧,૦૦૦ આઇટી એન્જિનિયર્સે ટીસીએસ વિરુદ્ધ ભેદભાવનો કેસ કર્યો છે. જેમાં માટોભાગે અમેરિકન છે. તેમનું કહેવું છે કે, ટીસીએસ ભારતીય લોકોના કામને પ્રાથમિકતા આપે છે. બિનભારતીય લોકોને કોઈ દરજ્જો આપતી નથી. અમેરિકાના કુલ આઇટી વર્કફોર્સમાં દક્ષિણ એશિયાઈ લોકોનું પ્રતિનિધિત્વ માત્ર ૧૨ ટકા છે, પરંતુ ભેદભાવને લીધી ટીસીએસના વર્કફોર્સમાં ૮૦ ટકા લોકો દક્ષિણ એશિયન લોકો છે. ટીસીએસે ભેદબાવનો આરોપ ફગાવતા કહ્યું છે કે, તેઓને પરફોર્મન્સના આધારે દૂર કરવામાં આવ્યા છે.