અમેરિકાના બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રદાન નરેન્દ્ર મોદી ટ્રમ્પ તંત્રના 4 મહત્ત્વના વિભાગોના વડાઓને પણ મળ્યા હતા અને તેમની સાથે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
• તુલસી ગેબાર્ડ
અમેરિકાનાં ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મોદી સૌથી પહેલાં મળ્યા હતા. તુલસી સાથેની મુલાકાત દરમિયાન ભારતે અમેરિકામાં રહેતા ભારતના 12 મોસ્ટ વોન્ટેડ લોકોની યાદી સોંપી હોવાનું મનાય છે. અમેરિકામાં ખાલિસ્તાનવાદીઓના વધતા જતા પ્રભાવ અંગે પણ મોદીએ રજૂઆત કરી હતી.
• માઈકલ વોલ્ટ્ઝ
અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર માઈકલ વોલ્ટ્ઝ સાથેની બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી સહકાર વધારવા અંગે ચર્ચા થઈ હતી. ભારત-અમેરિકા વચ્ચે ઈન્ટેલિજન્સની આપ-લે અંગેની સિસ્ટમ કઈ રીતે સારી કરી શકાય એ અંગેની બ્લુપ્રિન્ટ બનાવવા માટે સહમતિ સધાઈ હોવાનું મનાય છે.
• વિવેક રામાસ્વામી
ભારતવંશી વિવેક રામાસ્વામી અમેરિકામાં કોઈ મહત્વના હોદ્દા પર નથી પણ ડોનાલ્ડ ટ્રમ્પની એકદમ નજીક હોવાથી મોદી રામાસ્વામીને પણ મળ્યા હતા. સસરા સાથે મોદીને મળવા પહોંચેલા રામાસ્વામી રીપબ્લિકન પાર્ટીમાં ભવિષ્યના મોટા નેતા મનાય છે. રામાસ્વામી ભારત તરફ કૂણું વલણ ધરાવતા હોવાથી મોદીએ તેમની સાથે ધરોબો કેળવ્યો છે.
• ભારતીય સમુદાય...
વોશિંગ્ટન ડીસીમાં મોદીનું સ્વાગત કરવા માટે ભારતીય સમુદાયના લોકો પહોંચ્યા હતા. બરફવર્ષા વચ્ચે મોદીએ ભારતીયોનો ઉષ્માભેર આવકાર ઝીલ્યો હતો.