લંડનઃ 2024ની અમેરિકી પ્રમુખપદની ચૂંટણી જીતવાના આરે પહોંચેલા રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ ખાતે તેમના સમર્થકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અમેરિકાએ આપણને અણધારેલો અને શક્તિશાળી જનમત આપ્યો છે. અમેરિકા સુવર્ણ યુગમાં પ્રવેશવા જઇ રહ્યો છે. આ અમેરિકાના લોકોનો અદ્દભૂત વિજય છે. આ જનમત આપણને અમેરિકાને ફરીથી મહાન બનાવવામાં મદદ કરશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા હત્યાના પ્રયાસને યાદ કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, પરમેશ્વરે મને કોઇ કારણ માટે જિંદગી બક્ષી દીધી હતી. આપણા દેશને બચાવવા અને અમેરિકાની મહાનતાને પુનઃસ્થાપિત કરવા માટે મારી જિંદગી પરમેશ્વરે બચાવી હતી. હવે આપણે સાથે મળીને મિશન પુરુ કરીશું.
વાઇસ પ્રેસિડેન્ટ બનવા જઇ રહેલા જે ડી વાન્સ સાથે સંબોધન કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ એક મહાન રાજકીય ક્ષણ છે. તે અમેરિકાને મહાન બનાવવામાં મદદ કરશે. આવી ક્ષણ અગાઉ કોઇએ જોઇ નથી. અમે આપણા દેશને સાજો કરીશું. અમે સરહદો સીલ કરીશું અને આપણા દેશને મદદની તમામ જરૂરીયાત પુરી કરીશું.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું તમારા માટે, તમારા પરિવાર માટે અને તમારા ભાવિ માટે રોજ લડતો રહીશ. હું મારા દરેક શ્વાસ સાથે તમારા માટે લડતો રહીશ. મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ અમેરિકાનું નિર્માણ ન કરું ત્યાં સુધી હું વિરામ લેવાનો નથી.
ઈતિહાસની સૌથી મહાન રાજકીય ક્ષણ : ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ નિવેદનમાં તમામ અમેરિકન નાગરિકોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હું તમારા પરિવાર અને ભવિષ્ય માટે લડીશ. ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે સમર્થકો વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના વિજયી ભાષણમાં તમામ મતદારોનો આભાર માનતાં કહ્યું કે આ ઈતિહાસની સૌથી મહાન રાજકીય ક્ષણ છે. આ મારો વિજય નથી પણ આ દરેક અમેરિકનનો વિજય છે.
યુકે અને અમેરિકાના સંબંધ વધુ મજબૂત બનશેઃ વડાપ્રધાન સ્ટાર્મર
બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ચૂંટણીમાં ઐતિહાસિક વિજય માટે ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, યુકે અને અમેરિકાના સંબંધ વધુ મજબૂત બનશે. બંને દેશ વચ્ચેના સંબંધ વિશેષ છે. અમારા સહિયારા મૂલ્યો અને સંરક્ષણના મામલે અમે ખભે ખભા મિલાવીને કામ કરીએ છીએ.
બ્લૂ સ્ટેટ્સ – 19 રાજ્યમાં વિજય, 04 રાજ્યમાં ટ્રમ્પથી પાછળ
કમલા હેરિસ – 224 ઇલેક્ટોરલ વોટ – 6,50,28,156 પોપ્યુલર વોટ
વોશિંગ્ટન – 12 ઇલેક્ટોરલ વોટ – 15,27,827 પોપ્યુલર વોટ
ઓરેગોન – 08 ઇલેક્ટોરલ વોટ – 8,95,199 પોપ્યુલર વોટ
કેલિફોર્નિયા – 54 ઇલેક્ટોરલ વોટ – 50,23,449 પોપ્યુલર વોટ
કોલોરાડો – 10 ઇલેક્ટોરલ વોટ – 13,45,023 પોપ્યુલર વોટ
ન્યૂ મેક્સિકો – 05 ઇલેક્ટોરલ વોટ – 4,68,195 પોપ્યુલર વોટ
ઇલિનોઇસ – 19 ઇલેક્ટોરલ વોટ – 27,53,065 પોપ્યુલર વોટ
વર્મોન્ટ – 03 ઇલેક્ટોરલ વોટ – 2,35,689 પોપ્યુલર વોટ
ન્યૂ હેમ્પશાયર – 04 ઇલેક્ટોરલ વોટ – 3,83,369 પોપ્યુલર વોટ
માસાચ્યુસેટ્સ – 11 ઇલેક્ટોરલ વોટ – 18,87,506 પોપ્યુલર વોટ
રહોડ આઇલેન્ડ – 04 ઇલેક્ટોરલ વોટ – 2,73,434 પોપ્યુલર વોટ
કનેક્ટિકટ – 07 ઇલેક્ટોરલ વોટ – 7,18,447 પોપ્યુલર વોટ
ન્યૂયોર્ક – 28 ઇલેક્ટોરલ વોટ – 41,51,877 પોપ્યુલર વોટ
ન્યૂ જર્સી – 14 ઇલેક્ટોરલ વોટ – 20,53,182 પોપ્યુલર વોટ
ડેલાવરે – 03 ઇલેક્ટોરલ વોટ – 2,85,368 પોપ્યુલર વોટ
મેરીલેન્ડ – 10 ઇલેક્ટોરલ વોટ – 14,84,980 પોપ્યુલર વોટ
વોશિંગ્ટન ડીસી – 03 ઇલેક્ટોરલ વોટ – 2,55,899 પોપ્યુલર વોટ
વર્જિનિયા – 13 ઇલેક્ટોરલ વોટ – 22,13,148 પોપ્યુલર વોટ
મિનેસોટા – 10 ઇલેક્ટોરલ વોટ – 15,35,191 પોપ્યુલર વોટ
હવાઇ – 04 ઇલેક્ટોરલ વોટ – હેરિસ વિજેતા
માઇને – 02 ઇલેક્ટોરલ વોટ – હેરિસ લીડમાં
રેડ સ્ટેટ્સ – ડોનાલ્ડ ટ્રમ્પ – 26 રાજ્યોમાં વિજય, 04 રાજ્યમાં લીડ
ડોનાલ્ડ ટ્રમ્પ – 267 ઇલેક્ટોરલ વોટ – 7,01,49,064 પોપ્યુલર વોટ
મોન્ટાના – 04 ઇલેક્ટોરલ વોટ – 1,37,259 પોપ્યુલર વોટ
ઇડાહો – 04 ઇલેક્ટોરલ વોટ – 4,68,759 પોપ્યુલર વોટ
નોર્થ ડાકોટા – 03 ઇલેક્ટોરલ વોટ – 2,40,952 પોપ્યુલર વોટ
સાઉથ ડાકોટા – 03 ઇલેક્ટોરલ વોટ – 1,80,948 પોપ્યુલર વોટ
વ્યોમિંગ – 03 ઇલેક્ટોરલ વોટ – 1,69,760 પોપ્યુલર વોટ
નેબ્રાસ્કા – 02 ઇલેક્ટોરલ વોટ – 4,93,968 પોપ્યુલર વોટ
ઉટાહ – 06 ઇલેક્ટોરલ વોટ – 5,47,187 પોપ્યુલર વોટ
કેન્સાસ – 06 ઇલેક્ટોરલ વોટ – 7,34,692 પોપ્યુલર વોટ
ઓકલાહામા – 07 ઇલેક્ટોરલ વોટ – 10,35,217 પોપ્યુલર વોટ
ટેક્સાસ – 40 ઇલેક્ટોરલ વોટ – 61,87,515 પોપ્યુલર વોટ
આઇઓવા – 06 ઇલેક્ટોરલ વોટ – 8,96,908 પોપ્યુલર વોટ
મિસુરી – 10 ઇલેક્ટોરલ વોટ – 17,06,366 પોપ્યુલર વોટ
આર્કાન્સાસ – 06 ઇલેક્ટોરલ વોટ – 7,53,459 પોપ્યુલર વોટ
લુઇસિયાના – 08 ઇલેક્ટોરલ વોટ – 12,08,233 પોપ્યુલર વોટ
ઇન્ડિયાના – 11 ઇલેક્ટોરલ વોટ – 16,02,446 પોપ્યુલર વોટ
ઓહાયો – 17 ઇલેક્ટોરલ વોટ – 31,16,859 પોપ્યુલર વોટ
પેન્સિલ્વેનિયા – 19 ઇલેક્ટોરલ વોટ – 33,93,383 પોપ્યુલર વોટ
વેસ્ટ વર્જિનિયા – 04 ઇલેક્ટોરલ વોટ – 5,23,436 પોપ્યુલર વોટ
કેન્ટુકી – 08 ઇલેક્ટોરલ વોટ – 13,35,516 પોપ્યુલર વોટ
ટેનેસ્સી – 11 ઇલેક્ટોરલ વોટ – 19,61,784 પોપ્યુલર વોટ
નોર્થ કેરોલિના – 16 ઇલેક્ટોરલ વોટ – 28,75,538 પોપ્યુલર વોટ
સાઉથ કેરોલિના – 09 ઇલેક્ટોરલ વોટ – 14,50,941 પોપ્યુલર વોટ
જ્યોર્જિયા – 16 ઇલેક્ટોરલ વોટ – 26,48,261 પોપ્યુલર વોટ
આલાબામા – 09 ઇલેક્ટોરલ વોટ – 14,46,072 પોપ્યુલર વોટ
મિસિસિપી – 06 ઇલેક્ટોરલ વોટ – 6,55,094 પોપ્યુલર વોટ
ફ્લોરિડા – 30 ઇલેક્ટોરલ વોટ – 60,95,999 પોપ્યુલર વોટ
વિસ્કોન્સિન – 10 ઇલેક્ટોરલ વોટ – 16,52,793 પોપ્યુલર વોટ
નેવાડા – 06 ઇલેક્ટોરલ વોટ – ટ્રમ્પ લીડમાં
એરિઝોના – 11 ઇલેક્ટોરલ વોટ – ટ્રમ્પ લીડમાં
મિશિગન – 15 ઇલેક્ટોરલ વોટ – ટ્રમ્પ લીડમાં
અલાસ્કા – 03 ઇલેક્ટોરલ વોટ – ટ્રમ્પ લીડમાં
ટ્રમ્પની સત્તા વાપસીથી વૈશ્વિક અને ભારતીય શેરબજારોમાં તોફાની તેજી
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા પર વાપસી નિશ્ચિત બનતાં વૈશ્વિક અને ભારતીય શેરબજારોમાં રૂમઝુમ તેજી જોવા મળી હતી. ટ્રમ્પ સરકારની નીતિઓ ગ્લોબલ કોર્પોરેટ જગત માટે સાનુકૂળ રહેતી હોવાના કારણે ભારતીય શેરબજારોમાં પણ તેજી છવાઇ ગઇ હતી. ટ્રમ્પની જીતના કારણે ભારતીય ટેકનોલોજી કંપનીઓના શેરોમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો અને ડિક્સન ટેક જેવા શેરોમાં તોફાની તેજી છવાઇ હતી.
7 સ્વીંગ સ્ટેટ્સ કમલા હેરિસને ન ફળ્યાં
લંડનઃ અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં 7 મહત્વના સ્વીંગ સ્ટેટ્સે ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસના પરાજયમાં મહત્વની ભુમિકા ભજવી હતી. આ લખાય છે ત્યાં સુધીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને પેન્સિલ્વેનિયામાં વિજય હાંસલ કર્યો હતો જ્યારે નેવાડા, એરિઝોના, મિશિગન અને વિસ્કોન્સિનમાં બઢત બનાવી રાખી હતી. 2016ની પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે પાંચ સ્વીંગ સ્ટેટમાં વિજય પ્રાપ્ત કર્યો હતો પરંતુ 2020માં આ પાંચ સ્ટેટ જો બાઇડેનના ખાતામાં ચાલ્યા જતાં ટ્રમ્પને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.