વોશિંગ્ટન: અમેરિકાએ ભારતને ચોરાયેલી 1400થી વધુ પ્રાચીન અને મૂલ્યવાન કલાકૃતિઓ પરત કરી છે, જેની કિંમત લગભગ 10 મિલિયન ડોલર છે. તેમાંની ઘણી વસ્તુઓને ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાઈ હતી. આ પગલું દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાંથી ચોરાયેલી કળા અને પ્રાચીન વસ્તુઓ પરત કરવાની વૈશ્વિક પહેલનો એક ભાગ છે.
આમાંની એક ખાસ વસ્તુ રેતીના પથ્થર (બલુઆ પથ્થર)ની પ્રતિમા છે, જેને ‘સેલેસ્ટિયલ ડાન્સર’ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રતિમા મધ્ય ભારતમાંથી ચોરાઈ હતી, ત્યારબાદ તેને લંડન પહોંચાડવામાં આવી હતી અને બાદમાં મેટ મ્યુઝિયમના આશ્રયદાતાને ગેરકાયદે વેચવામાં આવી હતી. આ પછી તેને મ્યુઝિયમમાં દાનમાં આપવામાં આવી હતી. નોંધનીય છે કે જુલાઈમાં અમેરિકા અને ભારતે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ સાંસ્કૃતિક સંપત્તિનું રક્ષણ કરવામાં આવશે.