વોશિંગ્ટનઃ આતંકવાદ મુદ્દે અનેકવાર પાકિસ્તાનને સકંજામાં લેનાર અમેરિકા બીજી તરફ તેને વિવિધ સહાય કરી રહ્યું છે. અમેરિકાએ ૯-૧૧ના ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાનને ૫.૪ બિલિયન ડોલરના લશ્કરી સાધનો આપ્યા છે. તેમાં એપ-૧૬ ફાઈટર વિમાનોનો પણ સમાવેશ થાય છે. ભારતે છેલ્લા ૧૦ વર્ષમાં અમેરિકા પાસેથી ૧૦ બિલિયન ડોલરનો હાઇટેક લશ્કરી સામાન ખરીદ્યો છે. એક અધિકૃત રિપોર્ટમાં જણાવાયું છે કે, ૯-૧૧ના હુમલા બાદ અને વર્ષ ૨૦૦૫માં ડિફેન્સ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ બાદ ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણ સંબંધો મજબૂત થયા છે. દરમિયાનમાં અમેરિકા પાકિસ્તાનને ખાનગીમાં હથિયારો આપતું રહ્યું છે. અમેરિકાએ બે વર્ષ સુધી પાકિસ્તાનને અત્યાધુનિક હથિયારો અને ઉપકરણો આપવાનું બંધ કરી દીધું હતું.