વોશિંગ્ટનઃ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ચીન પછી સૌથી વધુ ભારતના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ટ્રેન્ડ્સ વિશેના તાજેતરમાં બહાર પડેલા દ્વિવાર્ષિક રિપોર્ટ મુજબ અમેરિકી યુનિવર્સિટીઓમાં ૨,૧૧,૭૦૩ ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે જ્યારે ચીનના સૌથી વધુ ૩,૭૭,૦૭૦ વિદ્યાર્થીઓ ભણે છે.
માર્ચ, ૨૦૧૭થી માર્ચ, ૨૦૧૮ સુધીના રિસર્ચ પર આધારિત રિપોર્ટ મુજબ અમેરિકામાં એકેડેમિક અને પ્રોફેશનલ કોર્સ કરી રહેલા સ્ટુડન્ટ્સમાં સૌથી વધુ ૪૯ ટકા વિદ્યાર્થી ચીન કે ભારતના છે. અમેરિકામાં અભ્યાસ માટે આ બન્ને દેશોના વિદ્યાર્થીઓની રુચિ સતત વધી રહી છે.