વોશિંગ્ટનઃ અમેરિકાનાં સિએટલમાં ગેરકાયદે ઘૂસેલા ૬૮ ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. જે લોકોની ધરપકડ થઇ છે તેમાં મોટાભાગનાં લોકો પંજાબનાં વતની છે. અમેરિકામાં અત્યારે ૧૧૦ લાખ ઇમિગ્રન્ટ્સ ગેરકાયદે રહેતા હોવાનું માનવામાં આવે છે, જેમાં અંદાજે ૪,૫૦,૦૦૦ ભારતીયો છે.