ન્યૂ યોર્કઃ અમેરિકાના ટોચના વકીલ પ્રીત ભરારા સહિત ચાર ભારતીય અમેરિકનને આ વર્ષે પ્રતિષ્ઠિત ‘ગ્રેટ ઈમિગ્રન્ટ્સ: ધ પ્રાઈડ ઓફ અમેરિકા’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. ન્યૂ યોર્ક સ્થિત પ્રતિષ્ઠિત કાર્નેગી કોર્પોરેશન દ્વારા આ ટોચના વાર્ષિક પુરસ્કારથી સન્માનિત થયેલા અન્ય ભારતીયોમાં હાર્વર્ડ કોલેડમાં ડીન રાકેશ ખુરાના, લીડરશીપ એન્ડ ડેવલપમેન્ટના પ્રોફેસર મર્વિન બોવર, મિકના ઉપાધ્યક્ષ અને કાર્યકારી સંપાદક મધુલિકા સિક્કા અને પ્રતિષ્ઠિત ચિકિત્સક, પ્રોફેસર અને લેખક અબ્રાહમ વર્ગીસ છે. ભરારાએ કહ્યું હતું, ‘અમેરિકા સ્વપ્ન જેવું છે અને મેં એ સ્વપ્ન જોયું હતું અને આશા છે કે હું આ સપનું હંમેશા જોતો જ રહીશ.’