કોલોરાડોઃ અમેરિકામાં સાર્વજનિક સ્થળે ગોળીબારની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં કોલોરાડોમાં ડેનવરની એક શાળામાં ગોળીબાર થયો જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે અને અન્ય ૮ને ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. ગોળીબાર થયો ત્યારે શાળામાં ૧૮૫૦ વિદ્યાર્થીઓ હતાં. અહેવાલ પ્રમાણે બે બંદૂકધારીઓ શાળામાં ઘૂસ્યા અને બે વર્ગોમાં વિદ્યાર્થીઓ ઉપર ગોળી ચલાવી હતી. ગોળીબારમાં કેટલાય વિદ્યાર્થીઓને ગોળી વાગી છે જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.