ન્યૂ યોર્ક: અમેરિકાના અનેક વિસ્તારોમાં આર્કટિક કાતિલ ઠંડા પવને બેહાલી સર્જી છે. સમગ્ર પૂર્વ અને ઉત્તર અમેરિકામાં ઠંડા પવન અને બરફનાં તોફાનને કારણે ન્યૂ હેમ્પશાયરનાં માઉન્ટ વોશિંગ્ટનમાં માઇનસ ૧૦૦ ડિગ્રી ફેરનહીટ જેટલા ઠંડા પવનો ફૂંકાવાની આગાહી છે. બરફનાં તોફાન અને વાવાઝોડાં ગ્રેસનને કારણે સમગ્ર પૂર્વ અમેરિકા અને કેનેડામાં હાડ ગાળી નાંખે તેવી ઠંડી છે. પૂર્વ અમેરિકાનાં ૧૦ કરોડ લોકો કાતિલ ઠંડીમાં અટવાયાં છે. આ કારણે ૨૩ લોકોનાં મોત થયાં છે. મંગળની સપાટીથી વધુ ઠંડી ધરાવતા પૂર્વ અમેરિકાના અનેક વિસ્તારોમાં બોમ્બ સાઇક્લોને કેર વર્તાવ્યો છે. અનેક શહેરોમાં પારો ગગડીને માઇનસ ૧૩ ડિગ્રી ફેરનહીટ નોંધાયો છે.