વોશિંગ્ટન: યુનિવર્સિટી ઓફ મિસ્સોરી-કેન્સાસ સિટીના ભારતીય પ્રોફેસર અસીમ મિત્રાએ ૨૪ વર્ષ સુધી તેના વિદ્યાર્થીઓને સામાજિક પ્રસંગોએ અને ઘરે પણ સાધનો મૂકવા અને ઘર સાફ કરાવવાના કામ કરાવ્યા હતા. છોકરાઓ મિત્રાના ઘરનો બગીચો સાફ કરતા, તેનાં કૂતરાંની સંભાળ રાખતા. મિત્રા અને તેમનાં પત્ની સપ્તાહો સુધી ઘરથી દૂર રહેતા ત્યારે પણ વિદ્યાર્થીઓને ઘરનાં કામ કરવા પડતા હતા. પ્રો. મિત્રાના એક ડઝન જેટલા પૂર્વ શિષ્યોએ તાજેતરમાં આવો દાવો કર્યો હતો.
પૂર્વ વિદ્યાર્થી કુચીમાંચુએ કહ્યું હતું કે યુનિ. ખાતેના તેમના દિવસોને તેઓ આધુનિક ગુલામી કરતાં જરાય સારા ગણતો નથી. પ્રો. મિત્રાના એક અન્ય પૂર્વ વિદ્યાર્થીએ પણ ટેકો આપ્યો હતો. અન્ય વિદ્યાર્થીઓએ પણ કહ્યું હતું કે તેમની પાસે ઘરના કામ કરાવવામાં આવતા હતા. કેટલાકે કહ્યું હતું કે પ્રોફેસરની હરકતો યોગ્ય ન હતી.
તેમની સામે કરાયેલા આક્ષેપોમાં યુનિ.ને મિત્રાના આ કારસ્તાનની ખબર માત્ર નહોતી, બલકે વર્ષો સુધી વહીવટી તંત્રે આ ફરિયાદોની અવગણના કરી હતી. મિત્રા યુનિ.નો સૌથી સફળ ફેકલ્ટી મેમ્બર હોવાના કારણે યુનિ. દર વર્ષે સંશોધન માટે કરોડો ડોલર મળતા હતા. વર્ષ ૨૦૦૩માં યુનિ.માંથી ફાર્મસીમાં ડોક્ટરેટ કરનાર એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે તમામ લોકો તેમનાથી ડરતા હતા, કારણ કે તેના પરિણામ ખરાબ આવવાનો ડર રહેતો હતો.