કેલિર્ફોનિયાના અલ્બાનીમાં ભારતીય ડેન્ટલ વિદ્યાર્થિની રણધીરકૌર (૩૭)ની ગોળી મારી હત્યા થઇ છે. કૈલાશ એવન્યૂસ્થિત એપાર્ટમેન્ટમાંથી રણધીરકૌરનો મૃતદેહ ૮ માર્ચના રોજ મળ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ એપાર્ટમેન્ટની તપાસ કરી છે, જબરજસ્તી કરી ઘરમાં પ્રવેશ કર્યાના કોઇ પુરાવા મળ્યા નથી. કૌર પોતાના વિસ્તારમાં આવેલા ગુરુદ્વારામાં પ્રાર્થના કરી ઘરે પરત ફરી તે બાદ તેની હત્યા કરાઇ હોવાની પોલીસને શંકા છે.