ન્યૂ યોર્ક: અમેરિકામાં થોડા સમયના અંતરાલ પછી ફરી વંશીય હુમલાની ઘટના શરૂ થઈ છે. ખાસ કરીને એશિયનોને શિકાર બનાવવાની ઘટનાઓમાં બે યુવાનોએ તાજેતરમાં એક ૫૦ વર્ષીય શીખ પર હુમલો થયો હતો. બંને હુમલાખોરોએ શીખને મારીને વંશીય ટિપ્પણી કરીને ‘ યુ આર નોટ વેલકમ હિયર, ગો બેક ટુ યોર ક્ન્ટ્રી’ કહ્યું હતું.
પોલીસે આ ઘટનામાં હેટ ક્રાઈમનો ગુનો નોંધ્યો છે, પણ ભોગ બનેલા શીખની ઓળખ ગુપ્ત રાખી છે. જ્યાં હુમલો કરવામાં આવ્યો ત્યાં શીખોની વધુ વસ્તી હોવાનું જાણવા મળે છે. હુમલાખોરો દ્વારા લોખંડનાં પાઈપ વડે શીખ પર હુમલો કરાયો હતો. જો કે પાઘડી પહેરાવાને કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ ન હતી. સ્ટેનિલાસ કાઉન્ટીનાં શેરિફ એડમ ક્રિશ્ચિયનસને કહ્યું કે આ વંશીય નફરત ફેલાવનારી ઘટના છે. પોલીસ બંને હુમલાખોરોને પકડવા સક્રિય બની છે.