ન્યૂ યોર્કઃ કેલિફોર્નિયામાં નવમી ઓગસ્ટે ૭૧ વર્ષના શીખ પર હુમલો કરીને તેમને લૂંટી લેવાયા હતા. પોલીસે પોલીસ વડા ડેરીલ મેકઅલીસ્ટરના પુત્ર મેકઅલીસ્ટર અને તેના તરુણ મિત્ર પર લૂંટનો અને ઘાતક શસ્ત્રથી એક વૃદ્ધ પર હુમલાનો ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન મેકઅલીસ્ટરના પિતાએ એફબી પર પોસ્ટ મૂકીને કહ્યું હતું કે તેઓ આ કૃત્યથી ખૂબ નારાજ થયા હતા. તેમના પુત્રે ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે તેમને પુત્રને ઘરેથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને તે અમારી સાથે રહેતો નથી. મારી પત્ની, પુત્રીઓ અને મને પણ ખૂબ આઘાત લાગ્યો હતો. હિંસા અને કોઈનાથી નફરત કરવી અમે અમારા સંતાનોને શીખવાડ્યું નથી.