ન્યૂયોર્કઃ અમેરિકાના ઓરિગનમાં એક સ્ટોરમાં કામ કરતા શીખ હરવિંદર સિંહ ડોડ પર ચૌદમીએ વંશીય હુમલો થયો હતો. હુમલાખોરની ઓળખ એન્ડ્રુ રેમેજ (ઉં ૨૪) તરીકે થઈ છે. કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોના આધારે સૂત્રોએ જણાવ્યું કે રેમજેના મનમાં ડોડના ધર્મને લઇને પક્ષપાત હતો. જેથી તે ઉશ્કેરાયો અને ડોડ પર હુમલો કર્યો હતો. રિપોર્ટ મુજબ હરવિંદર સાથે મારપીટ કરીને તેની દાઢી ખેંચી લેવાઈ હતી.
રિપોર્ટ મુજબ રેમજેને સિગરેટ માટે રોલિંગ પેપર જોઈતું હતું, પરંતુ તેની પાસે ઓળખપત્ર નહોતું. ઓળખપત્ર ન હોવાથી ડોડે રેમજેને રોલિંગ પેપર આપવાથી ઈનકાર કર્યો હતો અને તેને ત્યારથી જવા માટે કહ્યું હતું. ત્યાર બાદ ગુસ્સામાં આઇને રેમજેએ ડોડની દાઢી ખેંચી અને તેની સામે મારપીટ કરી હતી.