વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતના વતની ૩૭ વર્ષીય વિવેકમૂર્તિની દેશના સર્જન જનરલપદે નિમણૂક થઈ છે. વિવેકને આ પદ માટે ઉપરાષ્ટ્રપતિ બાઇડને શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ સાથે જ મૂર્તિ ઓબામા વહીવટીતંત્રમાં ઉચ્ચ અધિકારી બની ગયા છે, એટલું નહીં અમેરિકાના સૌથી નાની વયે જાહેર આરોગ્ય વિભાગના વડા બનવાનું બહુમાન મેળવ્યું છે. વિવેક ગીતા ઉપર હાથ મૂકીને શપથ લીધા હતા. લશ્કરી મથક ખાતે યોજાયેલા શપથ સમારોહમાં વિવેકે જણાવ્યું હતું કે, સર્જન જનરલ તરીકે સેવા આપવાની એક મોટી જવાબદારી તેમને મળી છે. તેમણ રાષ્ટ્રપતિ ઓબામાનો આભાર માન્યો હતો. મૂર્તિ અમેરિકાના ૧૯માં સર્જન જનરલ છે.