ન્યૂ યોર્કઃ અમેરિકાના ન્યૂ યોર્કના ક્વિન્સમાં બાથટબમાં ૯ વર્ષની સાવકી પુત્રીનું ગળું દબાવીને હત્યા કરનાર ભારતીય મહિલા શમદઈ અર્જુન (૫૫)ને સોમવારે ક્વિન્સ સુપ્રીમ કોર્ટે ૨૨ વર્ષની સજા ફટકારી છે. શમદઈ અર્જુનને ઓગષ્ટ ૨૦૧૬માં પોતાની સાવકી પુત્રી અશદીપ કૌરનું ગળું દબાવીને હત્યા કરવા બદલ દોષિત ઠેરવી હતી. ૯ વર્ષની સાવકી દીકરીની સારસંભાળની જવાબદારી ૫૫ વર્ષીય શમદઈ અર્જુનની હતી. જજ રયાને આ અપરાધને ખૂબ દુખદ ગણાવતા કહ્યું કે, પીડિતા એક નિર્દોષ બાળકી હતી અને ફક્ત ૯ વર્ષની હતી.