વોશિંગ્ટન: સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ કરેક્શને ૨૬મી ડિસેમ્બરે જાહેર કર્યું કે, કેટલાક કેદીઓને તેઓ સજામાં રાહત આપીને મુક્ત કરશે. તેમાં ભૂલથી ત્રણ હજાર કેદીઓને સજા પૂરી થયા પહેલાં જ છોડી મૂક્યા હતા. એટલું જ નહીં આ નિત્યક્રમ છેલ્લા ૧૩ વર્ષથી ચાલી રહ્યો હતો. આ સમસ્યા સોફ્ટવેરમાં આવેલા બગને કારણે થઈ હતી. ૨૦૦૨ બાદ જેની સજા ઓછી થવાની હતી તેવા કેદીઓને 'ગુડ ટાઇમલ્લ ક્રેડિટ આપવામાં આવી રહી હતી. પરંતુ ૨૦૧૨માં એક પીડિતના પરિવારે અધિકારીઓને જણાવ્યું હતું કે, દોષિતને સજા પૂરી થયાના ઘણા પહેલા છોડી મુકાયો છે ત્યારે આ બાબત અધિકારીઓેના ધ્યાને આવી હતી. આ સમસ્યાને ઉકેલવા માટે અધિકારીઓને ત્રણ વર્ષનો સમય લાગી ગયો જેમાં કુલ કેદીઓના ૩ ટકા એટલે કે આશરે ૩,૨૦૦ કેદીઓને સજા પૂરી થયા પહેલા જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા.