અમેરિકામાં દુનિયાભરમાંથી સ્થાયી થતાં વિજ્ઞાનીઓ અને ઈજનેરોમાં ભારતીયો અને એશિયનો મોખરે હોય છે. વર્ષ ૨૦૧૩માં એશિયામાંથી કુલ ૨૯.૬ લાખ વિજ્ઞાનીઓ-ઈજનેરો અમેરિકામાં વસ્યા છે. જેમાંથી ૯.૫ લાખ મૂળ ભારતીય છે. વિશ્વભરમાંથી અમેરિકામાં આવતા ઈજનેરો-સંશોધકોનું પ્રમાણ પણ વર્ષ ૨૦૧૪ ૨૦૧૫માં વધીને ૧૬માંથી ૧૮ ટકા થયું છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે આશરે યુએસમાં સ્થાયી થતા સંશોધકો-વિજ્ઞાનીઓમાં ૫૭ ટકા જેટલા એશિયન હોય છે.
અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશને બહાર પાડેલા આંકડા પ્રમાણે છેલ્લા દાયકામાં વિદેશથી યુએસમાં આવીને વસેલા સાયન્ટિસ્ટ-ઇજનેરોની સંખ્યા ૨૧.૬ લાખથી વધીને ૨૯ લાખ સુધી પહોંચી છે. ભારતમાંથી યુએસ શિફ્ટ થનારા કુશળોમાં ઇજનેરો, ગણિતશાસ્ત્રીઓ અને કમ્પ્યુટર એક્સપર્ટ્સનું પ્રમાણ વધુ છે.