કેલિફોર્નિયાઃ કેલિફોર્નિયામાં વિવિધ દેશોના શેફ વચ્ચે ગુજરાતની પાટીદાર યુવતી પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ થઇ છે. મૂળ ગુજરાતી હિના પટેલે અલ્ટા-સીએ (કેલિફોર્નિયા)ની ફૂડ ચેઇન રેસ્ટોરન્ટમાં ગુજરાતી ભોજન પીરસવાનું શરૂ કરતાં અહીંના રહીશોનું ધ્યાન ખેંચાયું છે. હિના પટેલે અમેરિકાના પ્રસિદ્ધ શેફ ડેનિયલ પીટરસનનું પણ ધ્યાન ખેંચ્યું છે. હિના પીટરસનની અલ્ટા રેસ્ટોરન્ટમાં હવે ગુજરાતી વાનગીઓ પીરસશે. હિનાએ કરિયરની શરૂઆત લગભગ ૫૦ વર્ષની ઉંમરે કરી હતી. હિના અને તેના પતિ પરેશ પટેલ બ્રિટનથી અમેરિકા બિઝનેસ વિઝા પર આવ્યાં હતાં. પ્રારંભમાં પરેશ પટેલે લિકર શોપ શરૂ કરી જ્યારે હિનાએ ફ્લાવર સ્ટોર શરૂ કર્યો હતો. ડેનિયલ પીટરસન સાથે હિના પટેલનો આ બીજો પ્રોજેક્ટ છે. હિનાએ કહ્યું કે, અજાણ્યા દેશમાં ગુજરાતી ફૂડ ચેઇન શરૂ કરવાનું કામ અઘરું છે. પણ ડેનિયલનું નામ મારી રેસ્ટોરાં સાથે જોડાતા કસ્ટમર મારાં ઉપર ભરોસો મૂકી રહ્યાં છે. પીટરસને હિના પટેલ
સાથે બીજો પ્રોજેક્ટ 'બેશરમ' નામની રેસ્ટોરાં ફૂડ ચેઇનથી શરૂ કર્યો છે.