અમેરિકાના શિકાગોમાં ભારે હિમવર્ષા થતાં ચોમેર બરફના થર જામી ગયા હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શિકાગોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઊભેલા અનેક વિમાનો અટવાઇ પડ્યા હતા. શિકાગો અને તેની આસપાસ ઘણા ગુજરાતીઓ વસે છે. અમદાવાદમાંથી પણ શિકાગોની સીધી ફ્લાઇટ્સ ઉપડતી હોવાથી કેટલાક ગુજરાતીઓ પણ અહીં ફ્લાઇટ્સ રદ થવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.
તંત્રના જણાવ્યા અનુસાર અહીં ૧૧૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ થઇ છે જ્યારે અનેકને ડાઇવર્ટ કરવાની જરૂર પડી છે. આ વર્ષની અહીં પ્રથમ સૌથી મોટી હિમવર્ષા થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
આ ઉપરાંત ન્યૂયોર્કમાં સેરેનેક લેક વિન્ટર કાર્નિવલના ઉપક્રમે લોકોને આકર્ષવા માટે બરફમાંથી હોટેલ સેરેનેક આઇસ પેલેસનું નિર્માણ કરાયું છે. આ કાર્નિવલ ૬ ફેબ્રુઆરી ૨૦૧૫થી શરૂ થશે.