યુએસના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની નાની પુત્રી સાશા આજકાલ વ્હાઇટ હાઉસની ભોગવિલાસ જિંદગી છોડીને એક રેસ્ટોરાંમાં કામ કરી રહી છે. ૧૫ વર્ષની સાશા આ રેસ્ટોરાંમાં ફૂડ સર્વરનું કામ કરી રહી છે. મેસ્ચુયસેટ્સના માર્થાઝ વાઇનયાર્ડ ખાતે આવેલી નેન્સી નાની રેસ્ટોરાંમાં પોતાના બેનમૂન ભોજન માટે જાણીતી છે. નેન્સી રેસ્ટોરાંમાં સાશા સવારની શિફ્ટમાં કામ કરે છે અને આ દરમિયાન તે અહીં યુનિફોર્મ, બ્લુ ટી-શર્ટ અને ખાખી ટાઉઝર પહેરેલી નજરે દેખાય છે. સાશાના કેટલાક ફોટા પણ સામે આવ્યા છે જેમાં તે કસ્ટમર્સના ઓર્ડર ફીડ કરતી પણ દેખાય છે. કાઉન્ટરપર કામ કરવા ઉરાંત સાશા વેટ્રેસનું કામ પણ કરે છે. સાથે જ તે રેસ્ટોરાંનાં લંચટાઇમ ઓપનિંગમાં મદદ પણ કરે છે. સાશાને અહીં પૂરી સુરક્ષા આપવામાં આવે છે. અહીં તેની સુરક્ષામાં છ સિક્રેટ સર્વિસના એન્ટ હંમેશાં હાજર હોય છે. અહીં એક ખ્યાલ તો ચોક્કસ આવે તેવો છે કે, જે દેશનો પ્રમુખ આખી દુનિયાની જમાદારી કરી છે તેની પુત્રી એક સામાન્ય રેસ્ટોરાંમાં શા માટે કામ કરે છે?