પોર્ટબ્લેરઃ આંદામાન-નિકોબારના જંગલોમાં આદિવાસીઓએ તાજેતરમાં અમેરિકી પ્રવાસીને તીર વડે હુમલો કરી મારી નાંખ્યો હતો. નિકોબારના સેન્ટીનેલ ટાપુ પર પ્રવેશ પર પ્રતિબંધ છે. પરંતુ આ અમેરિકી પ્રવાસી માછીમારોની મદદથી ત્યાં પહોંચી ગયો હતો. આદિવાસીઓએ તેના પર તીરથી હુમલો કર્યો હતો. પોલીસે ૭ માછીમારની ધરપકડ કરી છે. આ માછીમારની મદદથી અમેરિકી પ્રવાસી પ્રતિબંધિત વિસ્તારમાં પહોંચ્યો હતો. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર ૨૭ વર્ષનો જોન એલન પર તીરથી હુમલો થયો હતો તેમ છતાં તે ચાલતો રહ્યો હતો. એક માછીમારે જોયું હતું કે આદિવાસીઓ તેના ગળામાં દોરડું નાંખી ખેંચી રહ્યા હતા.