ન્યૂ યોર્કઃ અમેરિકી પ્રમુખપદની ચૂંટમી ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા. લખનઉ આઈઆઈએમમાં ભણેલા ૩૦ વર્ષના અવિનાશ ઇરાગાવારાપુ તેમની આ જીતના સ્ટ્રેટેજિસ્ટ હતા. તેઓ ટ્રમ્પની ઇલેક્શન ટીમના એરોઝોના સ્ટેટના ચીફ કેમ્પેનર હતા. તે ઉપરાંત કોર ટીમના આઈટી સ્ટ્રેટેજિસ્ટ તેમજ ડેટા ક્રચિંગની કામગીરી સંભાળી રહ્યા હતા.
અવિનાશે જણાવ્યા મુજબ ૨૧ સપ્ટેમ્બર સુધી ટ્રમ્પનો પરાજય અને હિલેરીનો વિજય નિશ્ચિત હતો. મુખ્ય મતદાન આડે માત્ર ૪૫ દિવસ બાકી હતા. ૨૨ ડિસેમ્બરના રોજ મોટી બેઠક મળી. તે બેઠકે ટ્રમ્પને જીતનો જેકપોટ આપી દીધો. બેઠકમાં ઘડવામાં આવેલા વ્યૂહ સાથે રોજ ૧૯થી ૨૩ કલાક ટીમ કામ કરવા લાગી અને ટ્રમ્પ જીતી ગયા.
બેઠકમાં ટ્રમ્પના પક્ષના જ હિંદુ સંઘના વડા શલભ તરફથી ટ્રમ્પને આપવામાં આવેલો મોદીમંત્ર ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’ પણ આ વ્યૂહનો જ ભાગ હતો. એ જ રીતે ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’ હિન્દીમાં બોલવા ટ્રમ્પને કહેવામાં આવ્યું. તે વીડિયો સામે આવ્યા પછી ભારતીય મૂળના અમેરિકીઓમાં ટ્રમ્પની લોકપ્રિયતા વધી ગઈ.