ટેમ્પાઃ ફલ્રોરિડાના ટેમ્પાના ભારતીય મૂળના ૩૩ વર્ષીય બિઝનેસમેન આકાશ પટેલે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે હિલ્સબરો કાઉન્ટી કમિશનની બેઠકની નવેમ્બર ૨૦૧૮માં યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમણે ડિસ્ટ્રિક્ટ1ની બેઠક માટે ગઈ ૨જી જૂને પેપર્સ ફાઈલ કરાવ્યા હતા. તેઓ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવનારા પ્રથમ સભ્ય છે. તેઓ એલિવેટ ઈન્કોર્પોરેશનના સ્થાપક અને પ્રેસિડેન્ટ છે. તેઓ હિલ્સબરો કાઉન્ટીના અર્લી લર્નિંગ કોલિશનના બોર્ડના ચેરમેન તેમજ લીડર્સ ફ્રાઈડે લંચઓનના સહસ્થાપક છે. પટેલે જણાવ્યું હતું કે તેઓ કોમ્યુનિટીને યુવા નેતૃત્વ પૂરું પાડવા માગે છે. ફલોરિડા સ્ટેટ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ પટેલે સેન્ટ પીટર્સબર્ગ ટાઈમ્સમાં એડિટોરિયલ આસિસ્ટન્ટ, પેપીન ડિસ્ટ્રિબ્યુટીંગ કંપનીમાં કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઈન્ટર્ન સહિત કોમ્યુનિકેશન્સ આધારિત ફરજો બજાવી હતી.