શિકાગોમાં રહેતાં 104 વર્ષનાં ડોરોથી હોફનરે જ્યારે આકાશમાંથી કૂદકો માર્યો ત્યારે તેમના દિમાગમાં સ્પષ્ટ લક્ષ્ય હતું. તેઓ સહુ કોઇને સંદેશો આપવા માગતા હતા કે, ઉમર તો માત્ર એક આંકડો છે અને મનુષ્યએ સાહસિક ગતિવિધિઓમાં ભાગ લેતા રહેવું જોઈએ. આ જુસ્સા સાથે જ શતાયુ ડોરોથીએ સ્કાય ડાઇવિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.