અમેરિકામાં હીટવેવની ચેતવણી વચ્ચે લાખો નાગરિકો સ્વતંત્રતા દિનની ઉજવણીમાં જોડાયા હતાં. ચોથી જુલાઈએ લોકો પરેડ, કુકઆઉટ અને સાંજે ફાયરવર્ક્સ સાથે દરિયાકિનારે સેલિબ્રેશન કર્યું હતું. વોશિંગ્ટનમાં નેશનલ મોલની ઉપર ઝળાંહળાં રોશની કરાઇ હતી તો બોસ્ટન પોપ્સે શહેરની હૈચ મેમોરિયલ શેલમાં મ્યુઝિકલ આતશબાજી કરી હતી. સ્વતંત્રતા દિવસના સેલિબ્રેશનમાં અમેરિકા જાણે રેડ, વ્હાઈટ અને બ્લૂ કલરમાં રંગાઈ ગયું હતું.