એ.આર. રહેમાને કમલા હેરિસ માટે 30 મિનિટનું ગીત રેકોર્ડ કર્યું

Tuesday 15th October 2024 13:02 EDT
 
 

વોશિંગ્ટનઃ  ભારતનાં દિગ્ગજ સંગીતકાર એ.આર. રહેમાન દ્વારા યુએસ પ્રમુખપદની ચૂંટણી લડી રહેલા કમલા હેરિસનાં સમર્થનમાં 30 મિનિટનું એક ગીત રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ વીડિયો એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઇલેન્ડર્સ (AAPI) વિક્ટરી ફંડ સંસ્થા દ્વારા રેકોર્ડ કરાવવામાં આવ્યું છે. આ વીડિયો સોમવારે યૂ-ટયૂબ ચેનલ પર લાઈવ કરવામાં આવ્યો છે. રહેમાનનાં આ વીડિયો રેકોર્ડિંગને કારણે તેમનાં પ્રમુખપદનાં ચૂંટણી પ્રચારને વેગ મળશે.

રહેમાન સાઉથ એશિયાનાં પહેલા એવા ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ છે કે જેમણે હેરિસને સમર્થન કર્યું છે. આ ચૂંટણીમાં ભારતીય મૂળનાં કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ અમેરિકાનાં પહેલા મહિલા રાષ્ટ્રપતિ બનવાનાં દાવેદાર છે. AAPI વિક્ટરી ફંડનાં અધ્યક્ષ શેખર નરસિંહને કહ્યું કે આ વીડિયોની સાથે એ.આર. રહેમાને એવા નેતાઓ અને કલાકારોનાં ગ્રૂપમાં તેમનો અવાજ જોડ્યો છે જેઓ અમેરિકામાં પ્રગતિ અને પ્રતિનિધિત્વ માટે તત્પર છે. શેખર નરસિંહને કહ્યું કે આ એક સંગીત કાર્યક્રમ નથી પણ આપણા સમુદાય માટે સામૂહિક કાર્યવાહી કરવાની હાકલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter