વોશિંગ્ટન: લાખો લોકોમાંથી કોઇ એકને લોટરી લાગતી હોય છે તેથી લોટરી જીતનારા ખૂબ નસીબદાર કહેવાય છે, પણ અઠવાડિયામાં બે વખત લોટરી લાગે તો? કેલિફોર્નિયાની રોઝા ડોમિંગુએજને દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ કહી શકાય, કેમ કે તેણે એક અઠવાડિયામાં ૨ લોટરી જીતી છે અને તે પણ મોટી રકમની. ૧૯ વર્ષની રોઝાને લોટરીની એક ટિકિટ પર ૫,૫૫,૫૫૫ ડોલર (અંદાજે ૩.૫૭ કરોડ રૂપિયા)નું ઇનામ લાગ્યું. તેના થોડા દિવસો બાદ તેણે ફરી સ્ક્રેચ લોટરીની થોડી ટિકિટો ખરીદી. તેમાંથી એક ટિકિટ પર તેને ૧ લાખ ડોલર (અંદાજે ૬૪ લાખ રૂપિયા)નું ઇનામ લાગ્યું. મતલબ કે એક અઠવાડિયામાં તેને કુલ ૪.૨૧ કરોડ રૂપિયાની લોટરી લાગી.