ન્યૂ યોર્ક: ડોનાલ્ડ ટ્રમ્પ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિઝા ધારકોના જીવનસાથીને રોજગારી મેળવવાના અધિકારથી વંચિત કરવાની યોજનાનો નિર્ણય અમલમાં મુકાશે તો યુએસમાં એક લાખ લોકો રોજગારી ગુમાવી દેશે. તેને કારણે વિઝાધારક અને તેના કર્મચારીઓ એમ બંને વિપરીતપણે પ્રભાવિત થવાની સંભાવના છે. ટ્રમ્પ વહીવટીતંત્ર એચ-૧બી વિઝાધારકો માટેના નિયમો કડક બનાવવા ઇચ્છે છે. એચ-૧બી વિઝા હેઠળ વિદેશી કામદારને અમેરિકામાં રોજગારી મેળવવાની તક મળે છે, પરંતુ નવા નિયમો લાગુ થયા તો એચ-૧બી વિઝાધારકને રોજગારી મેળવવાના અધિકારથી વંચિત કરી દેવાશે. કેટલાક તજજ્ઞાોએ આ નિયમોની પડનારા પ્રભાવ વિશે અભ્યાસ કરીને તેના તારણ આપવા પ્રયાસ કર્યા છે.
સમીક્ષા કરનારાઓનું કહેવું છે કે કાયદામાં ફેરફાર થતાં વિઝાધારકના જીવનસાથી સામાજિક રીતે એકલા પડી જશે, નાણાકીય અછત ઊભી થતાં ઘરેલુ તંગદિલી વધશે. વિઝાઘારકની સંતોષની લાગણી છીનવાઈ જશે.