વોશિંગ્ટન: અમેરિકાની ગુપ્તચર સંસ્થા નેશનલ સિક્યુરિટી એજન્સી ૬૮.૫ કરોડ કોલ રેકોર્ડનો ડેટા ડિલિટ કરશે. ૨૦૧૫ પહેલાં એકઠો કરાયેલો આ ડેટા તપાસના હેતુથી વિવિધ ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ પાસેથી મેળવાયો હતો. અમેરિકાની નેશનલ સિક્યુરિટી એજન્સીએ ૬૮.૫ કરોડ ફોન રેકોર્ડનો ડેટા ડિલિટ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ૨૦૧૫ પહેલાં વિવિધ ટેલિકોમ કંપનીઓ પાસેથી એજન્સીએ તપાસના હેતુથી આ ફોન રેકોર્ડનો ડેટા મેળવ્યો હતો.