વોશિંગ્ટનઃ ભારતવંશી કેવન પારેખને વિશ્વની ટોચની ટેક કંપની એપલના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (સીએફઓ) તરીકે સુકાન સોંપવામાં આવ્યું છે. માત્ર 51 વર્ષના કેવન ફર્સ્ટ જનરેશન ઇન્ડિયન-અમેરિકન છે. તેનો અર્થ છે કે તેમના માતા-પિતા ભારતથી અમેરિકા ગયા હતા, પરંતુ કેવનનો જન્મ અમેરિકામાં થયો છે અને તેઓ અમેરિકન સિટિઝન છે.
કેવન પારેખ 2004થી એપલ સાથે જોડાયેલા લુકા મેસ્ટ્રીની જગ્યા લેશે. મેસ્ટ્રી ઘણા મહિનાથી પારેખને સીએફઓ તરીકેની મહત્ત્વપૂર્ણ જવાબદારી માટે તૈયાર કરી રહ્યા હતા. કેવિન પારેખ કંપનીમાં ફાઈનાન્સિયલ એનાલિસ્ટ અને પાર્ટનર્સ સાથે બેઠકમાં ભાગ લેવા સહિત અનેક મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. હવે તેમને સીએફઓ તરીકે કાર્યભા સોંપાયો છે જે એપલના ફાઈનાન્સ વિભાગમાં તેમના વધતા પ્રભાવનો સંકેત આપે છે. કેવન પારેખ સીધા જ એપલના સીઈઓ ટિમ કુકને રિપોર્ટ કરશે.