વોશિંગ્ટન: અમેરિકાના સાંસદોએ ફરી એકવાર પાકિસ્તાનને એફ-૧૬ ફાઇટર જેટ્સ વેચવા સંબંધે વિરોધ વ્યક્ત કર્યો છે. આ સાંસદોએ જણાવ્યું હતું કે, 'પાકિસ્તાન એફ-૧૬ ફાઇટર જેટ્સનો ઉપયોગ આતંકવાદીઓ વિરુદ્ધ નહીં પરંતુ ભારતની વિરુદ્ધ કરશે.' સાંસદોએ ઓબામા સરકારને જણાવ્યું છે કે, તેઓ આ ડીલની પુનઃ સમીક્ષા કરે.
અમેરિકન કોંગ્રેસના એક સેશન દરમિયાન સાંસદ મેટ સાલમોને જણાવ્યું કે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવ છે. અમને નથી લાગતું કે પાકિસ્તાન આ જેટ્સનો ઉપયોગ પાકિસ્તાનની વિરુદ્ધ કરશે. અન્ય એક સાંસદ બ્રેડ શર્મને જણાવ્યું કે, પાકિસ્તાન આટલા મોંઘા જેટ્સનું કરશે શું? શું આ ડીલ ભારતની બરોબરી કરવા માટે તો નથી થઈ રહી? અમેરિકાએ તેને ફક્ત એવા હથિયાર આપવા જોઇએ જે આતંકીઓ વિરુદ્ધ ઉપયોગમાં લઈ શકાય.