ફ્લોરિડા: અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટેના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના સ્થાપક છે. હવે આ સંગઠન મધ્યપૂર્વથી લઈ યુરોપના શહેરોમાં હાહાકાર મચાવે છે. ટ્રમ્પે આ સાથે અમેરિકી પ્રમુખના સંપૂર્ણ નામ બરાક હુસેન ઓબામાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ફલોરિડામાં ચૂંટણી સભાને સંબોધન કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, તમે જાણો છો કે અનેક રીતે તેઓ પ્રમુખ ઓબામાનું સન્માન કરે છે. તેઓ જ આઈએસઆઈએસના સ્થાપક છે. ભારપૂર્વક ઉલ્લેખ કરવા માટે તેમણે આ શબ્દો ત્રણવાર ઉચ્ચાર્યા હતાં.