વિશ્વમાં ટેક્નોલોજી ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા ખૂદ અમેરિકાના પ્રમુખ તેનો ઉપયોગ કરવામાં પાછળ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પાસે સુરક્ષાના કારણોસર રેકોર્ડીંગ કરનાર આધુનિક સ્માર્ટફોન નથી. એટલું જ નહીં ઓબામા ટેકસ્ટ કે ટ્વિટ પણ કરતા નથી. તેમણે જણાવ્યું કે હું સામાન્ય રીતે ટ્વિટ કરતો નથી. ટેકસ્ટ કરતો નથી પરંતુ ઇ-મેલ કરું છું. મારી પાસે હજી પણ બ્લેકબેરી છે.
ઓબામાએ એવું પણ જણાવ્યું કે સુરક્ષાના કારણોસર હું રેકોર્ડિંગ ડિવાઇસવાળો સ્માર્ટફોનનો ઉપયોગ કરતો નથી. જોકે, તેમની પુત્રીઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને પોતાના મિત્રો સાથે ટેકસ્ટ મેસેજિસની આપ-લે કરે છે.