વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જેટલી મુલાકાત કરી છે તેના પરથી ઓબામાને લાગે છે કે નરેન્દ્ર મોદી પ્રામાણિક અને સ્પષ્ટ રાજકારણી છે અને તેઓ ભારત માટે ચોક્કસ તથા સ્પષ્ટ વિઝન ધરાવે છે.
તાજેતરમાં આ મુદ્દો વ્હાઈટ હાઉસના સચિવ જોશ અર્નેસ્ટે પત્રકારોને તેમના નિયમિત પ્રેસ બ્રિફિંગમાં કહ્યો હતો કે, રાષ્ટ્રપતિ બરાક ઓબામાને વડા પ્રધાન મોદી પ્રામાણિક અને સ્પષ્ટ લાગે છે. તેઓ પોતાના દેશની સામેના મુદ્દાઓ અને આપણા સંબંધો વિશે સારી અને સ્પષ્ટ સમજણ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ઓબામા અને મોદી સંયુક્ત રાષ્ટ્ર હવામાન પરિવર્તન શિખરમાં ભેગા થયા હતા ત્યાં બંનેએ કેટલીક પળો સાથે વીતાવી હતી.
અર્નેસ્ટે આ ઉપરાંત જણાવ્યું હતું કે, મોદી એવી વ્યક્તિ છે જેને દૂરંદેશી છે કે પોતાના દેશનો વિકાસ સાધીને તેને કેવી રીતે ટોચ પર લઈ જઈ શકાય? અને તે બાબત તેમને માત્ર પ્રભાવશાળી રાજકારણી નથી બનાવતી બલકે પ્રભાવશાળી વડા પ્રધાન પણ સાબિત કરે છે.