વોશિંગ્ટન: અમેરિકામાં ભારતીયોને દેશ છોડીને જવા માટે વંશીય હુમલા અને ટિપ્પણીઓની ઘટમાળ અટકતી નથી. અમેરિકાના ઓહાયોમાં રહેતા ભારતીયોને દરરોજ જ અમેરિકામાંથી ભાગો, તમારા દેશ જાવો એવો દ્વેષ ખમવો પડી રહ્યો છે. ઘણા વખતથી અહીં રહેતા ભારતીયોને અનેક વખત એવા અનુભવ થયા છે અને અનેક વખત તમારા દેશમાં ભાગી જાવ એવી ચેતવણી મળી છે.
એક વખત એક ભારતીય પરિવાર ઓહાયોના ડબ્લીન વિસ્તારના પાર્કમાં હતું. બાળકો રમતા હતા ત્યારે જ એક અજાણ્યો માણસ એરઆર-૧૫ લઇને ચેતવણી આપી ગયો હતો. યાદ રહે કે, આ એઆર -૧૫ એટલે ૨૦૧૨માં કોલોરેડો સિનેમા હોલમાં થયેલા ગોળીબારમાં વપરાયેલી લશ્કર ઉપયોગમાં લે એવી ઓટોમેટિક રાઇફલ છે. પોતાની ઓળખથી હુમલો થઇ શકે એવા ભયે જણાવ્યું હતું કે, તે માણસે તમારા દેશ ભાગી જાવ એવી ચીમકી આપી હતી. જો કે આ ચીમકી તો ઓહાયોમાં રહેતા ભારતીયો વારંવાર સાંભળતા રહ્યા છે.