કંપની કર્મચારીને ઊંઘવા માટે દર મહિને બોનસ આપે છે

Saturday 22nd June 2024 05:39 EDT
 
 

કેલિફોર્નિયાઃ કોઈ માણસ કામના સ્થળે ઝોકું ખાતો ઝડપાય તો તેનો પગાર કપાઈ શકે છે. જોકે, અમેરિકાની એક કંપની લોકોને ઊંઘવાનો પગાર આપે છે. ફિટનેસ ટ્રેકરની દુનિયામાં જાણીતી કંપની વ્હૂપ તેના હેલ્થ ટ્રેકિંગ બેન્ડ માટે જાણીતી છે.
કંપનીના સીઈઓ વિલ અહેમદે જણાવ્યું કે, તેમની કંપનીમાં લગભગ 500 કર્મચારીઓ કામ છે. કંપની તેમના સ્વાસ્થ્ય માટે અનેક પગલા લે છે. કંપની તેમને ખાસ ઊંઘવા માટે બોનસ આપે છે. આ સાથે જ તેમને એક વ્હૂપ બેન્ડ અને તેની મેમ્બરશિપ ફ્રીમાં આપવામાં આવે છે.
કર્મચારીના પરિવાર માટે પણ ફિટનેસ બેન્ડ આપવામાં આવે છે. જે કર્મચારીનું એવરેજસ્લીપ પર્ફોર્મન્સ 85 ટકા કે તેનાથી વધુ હોય તો તેમને દર મહિને 100 ડોલરનું બોનસ આપવામાં આવે છે. તેમણે એઆઈ પાવરહાઉસ ઓપન એઆઈ સાથે મળીને પર્સનલાઈઝડ ફિટનેસ કોચ ‘વ્હૂપ કોચ’ પણ લોન્ચ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter