શિકાગોઃ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનના છેલ્લા દિવસે - 22 ઓગસ્ટે રાષ્ટ્રપતિપદની ઉમેદવારી સ્વીકારી હતી. ભાષણ દરમિયાન તેમણે માતા શ્યામલા હેરિસનું 19 વર્ષની ઉંમરે ભારતથી કેલિફોર્નિયા આવવું અને ત્યાંના તેમના સંઘર્ષને યાદ કરીને ભાવુક બની ગયાં હતાં.
કમલાને માતાની ખોટ સાલે છે
કમલા હેરિસે કહ્યું કે તેમનાં માતાએ તેને અન્યાય વિશે ફરિયાદ કરવાને બદલે કંઈક નક્કર કરવાનું શીખવ્યું હતું. તેમણે કહ્યું કે મારી માતાએ મને શીખવ્યું કે તમે કોણ છો તે કોઈને કહેવા ન દો, પરંતુ તેમને બતાવો કે તમે કોણ છો. હું તેને દરરોજ યાદ કરું છું. જો તેઓ અહીં હોત તો ખૂબ જ ખુશ હોત. ખાસ કરીને હવે હું જાણું છું કે તે અમને ઉપરથી જોઈ રહી છે અને સ્મિત કરી રહી છે.