વોશિંગ્ટનઃ અમેરિકાની મોટી કંપનીઓના સીઈઓ માને છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસની જીત ઈકોનોમી માટે શ્રેષ્ઠ સાબિત થશે. યેલ સીઈઓ કોન્ફરન્સમાં 60 મોટી કંપનીઓના સીઈઓ વચ્ચે થયેલા સર્વેક્ષણમાં 80%એ કમલા હેરિસની જીતવાની શકયતા છે. માત્ર 20 ટકાને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પની જીતવાની આશા છે.
છેલ્લી બે ચૂંટણીમાં વ્યાપારી જગતે ટ્રમ્પની સરખામણીએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારોની જીતના શક્યતા જણાવી હતી. કારોબારી જગતનો મિજાજ જાણવા થયેલા સરવેમાં 37 ટકાએ પોતાને રિપબ્લિકન અને 32 ટકાને ડેમોક્રેટિક પાર્ટીના સમર્થક ગણાવ્યા. 32ટકાએ પોતાને સ્વતંત્ર કહ્યા. પણ, મોટાભાગના સીઈઓ કમલા હેરિસના પક્ષમાં છે. ટાઈમ મેગેઝીન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં યેલ સીઈઓ કોન્ફરન્સનું આયોજન કરે છે. સવાલ કરાઈ છે, તમે ચૂંટણીમાં કોની જીતની આશા રાખો છો? 2016 અને 2020ની ચૂંટણીમાં પણ સીઈઓએ ટ્રમ્પના હારવાનો અંદાજ લગાવ્યો હતો. પણ, બંને વખતે માર્જિન 80-20થી ઓછું હતું. પહેલા સીઈઓએ બે વખત જ્યોર્જ બુશની 2012માં રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સરખામણીએ રિપબ્લિકન મિટ રોમનીને થોડા આગળ ગણાવ્યા હતા.